મુખ્ય પૃષ્ઠ

રક્ષાબંધન

Leave a comment


    { રાગ ; ખમ્મા વીરાને જાવુ વારણે રે..લોલ }

અષાડ વીતો ને આવી શ્રાવણી પૂનમ  રે…

જાગ્યા  છે  કાંઇ  પિયરીયા કોડ રે..

 આ રક્ષા બાંધુ રે મારા વીર ને રે..લોલ

        વહાલની કરી છે  મે તો  વાવણી રે..લોલ 

                પ્રેમના તે પાણી સિંચા ખુબ રે.. …

આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે ..લોલ

ખંતથી ખાતર મે તો છાટ્યુ  રે..લોલ

લાગણીના ઉગ્યા જીણા જીણા છોડ રે..

   આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે..લોલ

                  સ્નેહ નુ સુતર  મે તો કાંત્યુ રે.. લોલ

                 ગુણની તે વાળેલ એમા ગાઠ રે..

                 આ રક્ષા બાંધુ રે મારા વીર ને રે ..લોલ

હેતના મે તો  હિરા જડ્યા રે..લોલ

કર્યા છે કાંઇ કંકુ કેરા છાટણા રે..

આ રક્ષા બાંધુ રે મારા વીર ને રે ..લોલ    

    હરખે ભીંજાણી મારી આંખડી રે..લોલ

               છલક્યા છે. ગંગા,જમના નીર રે.. 

             આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે ..લોલ         

ભઇલા ને હાથે એવી  શોભતી  રે.. ..લોલ.

       આકાશે મેઘ ધનુંષ કેરા રંગ  રે…

           આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે ..લોલ

                  પિતાના વ્હાલ થી છલકી રહી રે..લોલ

                  માતાની મમતા ભારોભર   રે….

               આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે ..લોલ

ખમ્મા વીર ને લવુ ઓવારણા રે..લોલ

 જુગ જુગ જીવે મારો વીરલો  રે ….

આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે ..લોલ

                              રમેશ  સરવૈયા(ગમ-એ-દિલ )

Advertisements

વર્ણવ્યવસ્થા

1 ટીકા


વર્ણવ્યવસ્થા

કુંપળનો સહેજ હડસેલો લાગ્યો સુકા પર્ણને,

સદીઓથી જે કેદ છે, કોઈ તો ભેદો આવરણને !

ખુબ જ કથાઓ, હોમ–હવન–યજ્ઞ કર્યાં,

ધર્મના નામે ખંખેરી ખુબ તરભાણાં ભર્યાં.

ક્યાં સુધી છાબડે ઢાંકશો સત્યના અવતરણને !

જો સમજાય તો અધોગતીનું મુળ છે, આ વર્ણવ્યવસ્થા

ઉંચનીચના ભેદ, અસ્પૃશ્યતા, આભડછેટ છે એની વ્યથા

હવે તો કોઈક બેસાડો એક પાટલે ચારે વર્ણને !

એકલવ્યનો તો માત્ર અંગુઠો જ કપાયો,

ધર્મસ્થાપના નીમીત્તે નીર્દોષ શંબુક હણાયો;

ક્યાં સુધી આમને સામને રાખીશું અર્જુન કર્ણને !

ચારે વર્ણના જાતી, જ્ઞાતી, કુળનાં તરુવર કર્યાં,

સંપ્રદાયના સાગરો કરી, વાડાનાં સરોવરો ભર્યાં;

હવે કંઠી–મુક્ત કરો, ‘ગમ-એ-દીલ’ ઘેટાનાં આ ધણને !

પ્રુફવાચન સૌજન્યઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

દર્પણના દિલમાં

Leave a comment


 

રોજ દર્પણના દિલમા ચેહેરો બદલાય છે.

સુરજ ઉગે  કે ચાંદો પૃથ્વીનો પહેરો બદલાય છે.

દરીયાને કેમ દોશ દઈએ સુનામી તણો

એતો ક્યારેક ક્યારેક એની લહેરો બદલાય છે.

કદી શરણાઈના સુર કદી મરસીયાના માતમ

આંગણા તો એના એજ અવસરો બદલાયછે.

ખોલો છાપુ તો એજ સમાચારો,લુંટ હિંસા ને અત્યાચારો

રોજ ઘટે છે ઘટનાઓ એજ, માત્ર  શહેરો બદલાય છે.

ખબર નથી શ્વાસ અને, જીંદગીને, છે  શું  સબંધ

સઘળુ  વિશ્વ  એજ, ગમ-એ-દિલ  શરીરો બદલાય છે.

શ્રી કૃષ્ણ ના જીવન ના બે વિરોધાભાસ પ્રસંગો

1 ટીકા


 

કળવો   તને   ખુબ   કઠીન   છે   કાળીયા

સમજાય  તો  બહુ  સહેલો  તુ  શામળીયા

વૃનદાવન મા  તો  મટકી  ફોડી  માખણ  લુટી  ખાધુ

દુર્યોધન ના મેવા ત્યાગી,કેમ વિદુર ઘેર ભોજન સાદુ

સમજાય  તો  બહુ  સહેલો  તુ  શામળીયા

યમુના કાંઠે કદમ ડાળે,ગોપીઓના વસ્ત્ર હરતો

કૃરુ સભામા તુજ પાછો પાંચાલી ના ચીર પુરતો

સમજાય  તો  બહુ  સહેલો  તુ  શામળીયા

લીધી મથુરા વાટ , ત્યારે આંખુ ગોકુળ ઘેલુ કરતો

છોડી જ્યારે દ્વ્રરીકા કેમ એકલો ચુપચાપ નિકળતો

સમજાય  તો  બહુ  સહેલો  તુ  શામળીયા

શાંતિ દુત બની ધ્રુતને સમજાવવા હસ્તિનાપુર આવતો

યુધ્ધ એજ કલ્યાણ કહી,તુજ અર્જુન ને ગાંડીવ ધરાવતો

સમજાય  તો  બહુ  સહેલો  તુ  શામળીયા

વાસળીના સુરને રાધાસંગ આંગળી થી નચાવતો

એજ આંગળીએ તુજ પાછો ગોર્વધન ઉચકાવતો

સમજાય  તો  બહુ  સહેલો  તુ  શામળીયા

નારાયણી સેના એક તરફ, એક  નિઃશસ્ત્ર તુ એકલો

ભિષ્મ ની પત રાખવા, કૃરુક્ષેત્રમાં તુજ શસ્ત્ર ઉપાડતો

સમજાય  તો  બહુ  સહેલો  તુ  શામળીયા

 કળવો   તને   ખુબ   કઠીન   છે   કાળીયા

 

આ છેલ્લી ટ્રેન છે.

1 ટીકા


કોઈએ આજ સમય ની કલાઈ મરોડી છે. લાગે સે આ છેલ્લી ટ્રેન પણ જરા મોડી છે.

ચાલો મનાવીએ વેલેન્ટાઈન કે રોઝ ડે,  ૨૬મી કે ૧૫મીની અહી કોને પડી છે.

મોહ આંધળો ,અને કર્તવ્ય બુઠા છે,     દુઃશાસન ઉભો થા પાંડવો સુતા છે. 

 કે સભામા ખુદ દ્રોપદિ લુટાવા ખડી છે.  લાગે સે આ છેલ્લી ટ્રેન પણ જરા મોડી છે.

  વાંસળીના સુર હવે ધૈનુ નહી સાંભળે    કે ઈન્જેકશન ભોંકાણા એના  આંસળે 

  એતો બસ કાગળના ડુચા કાજે લડી છે.   લાગે સે આ છેલ્લી ટ્રેન પણ જરા મોડી છે.

 દહીની તો કરીએ હવે કેમ ઉજાણી , પેલી  ગોવાલણે દુધમા રેડ્યા પાણી

ઘડુલા માય ઘીના હવે તો ચરબી જડી છે.   લાગે સે આ છેલ્લી ટ્રેન પણ જરા મોડી છે.

બાળપણ તો બોયુ,જવાની રહી ક્યા હસ્તક,  જીંદગીની ડેલીએ બુઢાપે દિધા દસ્તક

સુરજ આથમ્યો સમયની સાંકળ ખખડી છે.  લાગે સે આ છેલ્લી ટ્રેન પણ જરા મોડી છે.

દેવળ નો ડંકો વાગ્યો મસ્જિદે  બાંગ પુકારી અવસ્થાના અશ્વની હવે તો કર સવારી

 કે મંદિરની  ઝાલર  પણ  જણજણી છે.  લાગે સે આ છેલ્લી ટ્રેન પણ જરા મોડી છે.

કેટલાય ખટલા અને આરોપી, કેટલાય સાક્ષી ,કૈદીઓ તમે હવે તો દયો કાનુન ને ફાસી

અદાલત તો છે બહેરી શું ખબર જર્જ કોની હથોડી છે. લાગે સે આ છેલ્લી ટ્રેન પણ જરા મોડી છે.

   દિલનો દરવાજો “ ગમ-એ-દિલ” ક્યા જઈ ખોલીએ આ તો અમથુ મનડુ કલમ થી ચોલીએ

 વિચારના વંટોળને  દુનિયા ક્યા નડી છે. લાગે સે આ છેલ્લી ટ્રેન પણ જરા મોડી છે.

                                                                  રમેશ સરવૈયા (ગમ-એ-દિલ )

” बे-असर नही थे हम “

Leave a comment


” बे-असर नही थे हम “
आपने कभी लबो से ईनकार न कीया
वरना ईतने सितमगर नही थे हम

              भटकते रहे युही यादोकी दास्ता लीए
              साथ अपने मंजीलेकारवा रास्ता लीए
            तलाश मे खुदकी कोई मुसाफर नही थे हम

  सो सो बार आये हम उनकी निगाह मे
यकीनन कुच तो फर्क है उनकी चाह मे
या तो वो कम देखते हे वरना किधर नही थे हम

                                

                            नझ्म निकली गजल गुजरी गीत गुनगुनाया
                            फिर भी दिलोकी महेफिल मे सन्नाटा रहा छाया
                             क्यु ? गम-ए-दिल इतने तो बे-असर नही थे हम

બિચારા બિલાડી ના બચ્ચા (સત્ય ઘટના )

Leave a comment


થોડા સમયથી એક બિલાડી ની અમારા ઘરમા આવન,જાવન શરુ થઈ મને ક્મને અમે તેને આવવા દેતા  ક્યારેક અમે એને દુધ પાઇએ ક્યારેક તે પીય જાય આમ થોડા સમય  ચાલ્યુ

ત્યા ખબર પડી કે એને તો બચ્ચા થવાના છે

અને ખરેખર થોડાજ દિવસમા એક ભુરિયુ અને બે કાળીયા એમ સરસ મજાના ત્રણ બચ્ચાને જન્મ આપ્યો .

ફુલ જેવા  બસ જોયા જ કરીએ જોયા જ કરીએ એક પળ વાર પણ નજર સામેથી હટાવવા ન ગમે એવા સુંદર લોકો કહે છે કે બિલાડી સાત ઘર ફેરવે ત્યારેજ બચ્ચાની આંખો ઉઘડે પરંતુ સાત ઘર તો શુ સાત ફુટ  પણ ન ફેરવ્યા અને થોડા દિવસમા જ બચ્ચાઓ ની આંખો ખુલી ગઈ અને તેની માં સાથે ખુબજ ગેલ કરવા લાગ્યા

હવે તો એને જોવાની ઓર મજા આવતી હતી થોડા દિવસ આમ મસ્તી મા વિત્યા અને અચાનક એક દિવસ એ ન દેખાણી એના અને અમારા પરિવારે  ખુબ રાહ જોઈ પણ એ ન જ આવી

અમે શોધખોળ શરૂ કરી તો સમાચાર મળ્યા કે રસ્તા ઉપર એક બિલાડીનો અકસ્માત થયો હતો અને તે મૃત્યુ પામી હતી

જઈને જોયુ તો એજ હતી

રસ્તા પર આવા તો કેટલાય કુતરા,બિલાડા,કે બીજા જાનવરો ને પડેલા જોયા છે. પરંતુ આ દ્રષ્ય હદયને  હચમચાવી ગયુ હવે શું થશે એ નાના બચ્ચાઓનુ હજુ તો માંડ ચાલતા શીખ્યા છે

કેમ મોટા થશે એ હવે મા વિના  કે  જનની ની જોડ સખી નહી જડે રે લોલ….

બચ્ચાઓ એ તો  સર્વસ્વ ગુમાવ્યુ અમને પણ કોઈ સ્વજન ગુમાવ્યા જેટલુ જ દુઃખ થયુ.

અને શબ્દો સરી પડ્યા

દુધે  નવરાવી રોજ  તમને  ઘીમા જમાડ્શું  

તોય  બચ્ચાઓ તમ  માતની  તોલે  આવશુ

આભ તુટ્યો ને પગ તળે થી ફસકી ધરા સારી

બચ્ચાઓ  શાંત  થાવો આવશે માત તમારી

લાખ લાખ કરી જતન ,તમો ને પંપાળશું

તોય  બચ્ચાઓ તમ  માતની  તોલે  આવશું

નાચી કુદી થનગની, કોણ હેત હવે કરશે

નિર્દોશ ચેહરો જોવા ભવે મળશે

સ્નેહના ફુલો પાથરી, હેતે હાલરડા ગાઇશું

તોય બચ્ચાઓ તમ માતની તોલે આવશું

ક્યારેક વજ્ર જેવાય આઘાતો સહન કરતુ

ને ક્યારેક દિલ અમથુ અમથુ રૂદન કરતુ

વ્હાલથી ફેરવી હાથ,અને હૈયા થી ચાપશું

  તોય બચ્ચાઓ તમ માતની તોલે આવશું

થાય આજ એક પ્રાણી કાજે, એટલી શે અનુકંપા

કે આંખડી ભીંજાણી દિલમાં ઉઠ્યા વમળે અજંપા

લાખ ઉપાયે ગમેદિલ જનની ની જોડ ક્યાથી લાવશું

તોય બચ્ચાઓ અમે તમ માતની તોલે આવશું

                                                             રમેશ સરવૈયા

Older Entries