આજે દિન પ્રતિદિન સમાજમાં અને લોકોના માનસમા એક એવી માન્તા  પ્રસરી રહી છે

કે આજનો કોલેજીયન પ્રગતિ કરતા પતનના અંધકાર  તરફ વધુ  ધકેલાતો હોય એવુ લાગ્યા કરેછે

ખરેખર  એવુ નથી છતા પણ એક આદર્શ વિધાર્થી એ આવી માન્તાઓ સમાજ  માનસમાંથી

સંપૂણ દુર થાય એવા તમામ પ્રયાત્નો કરવા જોઇએ

આપણે ભણીએ એટલે બધુજ એમા આવી જાય એવુ નથી

શિક્ષણ ની સાથેસાથે જીવન ઘડતર,ચિંતન અને રચનાત્મક વિચારોનો અભિગમ કેળવાય તો જ જ્ઞાન નો અર્થ સાર્થક થયો ગણાય સદગુણો અને શીલ વગરનો વિધાર્થી કદાચ કલાસમાં ફસ્ટ

આવે તો પણ એ શુન્ય જ છે.

આજનો યુવાન કેમ્પસ,કેન્ટીંગ અને મોજ શોખમાં પોતાનો સમય અને પિતાના પૈસા  વેડફી રહ્યો છે.

બાર બાર કલાક મજુરી  કર્યા પછી જે આવક થાય છે એમાથી જ તો આપણી ફી ભરાય છે.

આપણા ફેશનેબલ કપડાની ચમકમા  પિતાના  મહેનતના પરશેવાની સુગંધ ભળેલી હોય છે.

એક આદર્શ વિધાર્થીએ પોતાના લક્ષને હાંસીલ કરવા માટે  એક જબરજ્સ્ત મહત્વકાંક્ષાની તકતી દીમાગમાં કંદારવી પડશે .

જયાથી મળે ત્યાથી જ્ઞાનની ગંગાનુ આચમન કરવુ પડશે.

આજ ના આ ઇન્ટરનેટ યુગમા પણ વાંચન  પ્રત્યેની તીવ્ર ભુખ ઉઘડવીજ જોઇએ

એક આદર્શ વિધાર્થીએ  પોતાના શિક્ષક ને સંપૂણ  સમર્પિત થવુ પડશે.

હમેશા નવુ જ્ઞાન મેળવવાની વિધાર્થીએ  જીજ્ઞાશા જ શિક્ષક ને પોતાનો જ્ઞાન રૂપી ખજાનો લુટાવવાની  ફરજ પાડશે.

જેમ  દ્રોણગુરૂએ વિધાધનનો ચરુ અર્જુન પર ન્યોછાવર કરી દિધો હતો આજના વિધાર્થીએ સંધર્ષની ભઠ્ઠીમાં તપવુ પડશે  અનુભવની એરણ પર ટીપાવુ પડશે.

ત્યારે જ સફળતાની ચાવી તેના હાથમા ચમકતી હશે.

હા…. શરુઆત કદાચ જરા કઠીન હોય શકે   પરંતુ અશક્ય તો બીલકુલ  છે જ નહી

Advertisements