{ રાગ ; ખમ્મા વીરાને જાવુ વારણે રે..લોલ }

અષાડ વીતો ને આવી શ્રાવણી પૂનમ  રે…

જાગ્યા  છે  કાંઇ  પિયરીયા કોડ રે..

 આ રક્ષા બાંધુ રે મારા વીર ને રે..લોલ

        વહાલની કરી છે  મે તો  વાવણી રે..લોલ 

                પ્રેમના તે પાણી સિંચા ખુબ રે.. …

આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે ..લોલ

ખંતથી ખાતર મે તો છાટ્યુ  રે..લોલ

લાગણીના ઉગ્યા જીણા જીણા છોડ રે..

   આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે..લોલ

                  સ્નેહ નુ સુતર  મે તો કાંત્યુ રે.. લોલ

                 ગુણની તે વાળેલ એમા ગાઠ રે..

                 આ રક્ષા બાંધુ રે મારા વીર ને રે ..લોલ

હેતના મે તો  હિરા જડ્યા રે..લોલ

કર્યા છે કાંઇ કંકુ કેરા છાટણા રે..

આ રક્ષા બાંધુ રે મારા વીર ને રે ..લોલ    

    હરખે ભીંજાણી મારી આંખડી રે..લોલ

               છલક્યા છે. ગંગા,જમના નીર રે.. 

             આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે ..લોલ         

ભઇલા ને હાથે એવી  શોભતી  રે.. ..લોલ.

       આકાશે મેઘ ધનુંષ કેરા રંગ  રે…

           આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે ..લોલ

                  પિતાના વ્હાલ થી છલકી રહી રે..લોલ

                  માતાની મમતા ભારોભર   રે….

               આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે ..લોલ

ખમ્મા વીર ને લવુ ઓવારણા રે..લોલ

 જુગ જુગ જીવે મારો વીરલો  રે ….

આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે ..લોલ

                              રમેશ  સરવૈયા(ગમ-એ-દિલ )

Advertisements