મુખ્ય પૃષ્ઠ

બિચારા બિલાડી ના બચ્ચા (સત્ય ઘટના )

Leave a comment


થોડા સમયથી એક બિલાડી ની અમારા ઘરમા આવન,જાવન શરુ થઈ મને ક્મને અમે તેને આવવા દેતા  ક્યારેક અમે એને દુધ પાઇએ ક્યારેક તે પીય જાય આમ થોડા સમય  ચાલ્યુ

ત્યા ખબર પડી કે એને તો બચ્ચા થવાના છે

અને ખરેખર થોડાજ દિવસમા એક ભુરિયુ અને બે કાળીયા એમ સરસ મજાના ત્રણ બચ્ચાને જન્મ આપ્યો .

ફુલ જેવા  બસ જોયા જ કરીએ જોયા જ કરીએ એક પળ વાર પણ નજર સામેથી હટાવવા ન ગમે એવા સુંદર લોકો કહે છે કે બિલાડી સાત ઘર ફેરવે ત્યારેજ બચ્ચાની આંખો ઉઘડે પરંતુ સાત ઘર તો શુ સાત ફુટ  પણ ન ફેરવ્યા અને થોડા દિવસમા જ બચ્ચાઓ ની આંખો ખુલી ગઈ અને તેની માં સાથે ખુબજ ગેલ કરવા લાગ્યા

હવે તો એને જોવાની ઓર મજા આવતી હતી થોડા દિવસ આમ મસ્તી મા વિત્યા અને અચાનક એક દિવસ એ ન દેખાણી એના અને અમારા પરિવારે  ખુબ રાહ જોઈ પણ એ ન જ આવી

અમે શોધખોળ શરૂ કરી તો સમાચાર મળ્યા કે રસ્તા ઉપર એક બિલાડીનો અકસ્માત થયો હતો અને તે મૃત્યુ પામી હતી

જઈને જોયુ તો એજ હતી

રસ્તા પર આવા તો કેટલાય કુતરા,બિલાડા,કે બીજા જાનવરો ને પડેલા જોયા છે. પરંતુ આ દ્રષ્ય હદયને  હચમચાવી ગયુ હવે શું થશે એ નાના બચ્ચાઓનુ હજુ તો માંડ ચાલતા શીખ્યા છે

કેમ મોટા થશે એ હવે મા વિના  કે  જનની ની જોડ સખી નહી જડે રે લોલ….

બચ્ચાઓ એ તો  સર્વસ્વ ગુમાવ્યુ અમને પણ કોઈ સ્વજન ગુમાવ્યા જેટલુ જ દુઃખ થયુ.

અને શબ્દો સરી પડ્યા

દુધે  નવરાવી રોજ  તમને  ઘીમા જમાડ્શું  

તોય  બચ્ચાઓ તમ  માતની  તોલે  આવશુ

આભ તુટ્યો ને પગ તળે થી ફસકી ધરા સારી

બચ્ચાઓ  શાંત  થાવો આવશે માત તમારી

લાખ લાખ કરી જતન ,તમો ને પંપાળશું

તોય  બચ્ચાઓ તમ  માતની  તોલે  આવશું

નાચી કુદી થનગની, કોણ હેત હવે કરશે

નિર્દોશ ચેહરો જોવા ભવે મળશે

સ્નેહના ફુલો પાથરી, હેતે હાલરડા ગાઇશું

તોય બચ્ચાઓ તમ માતની તોલે આવશું

ક્યારેક વજ્ર જેવાય આઘાતો સહન કરતુ

ને ક્યારેક દિલ અમથુ અમથુ રૂદન કરતુ

વ્હાલથી ફેરવી હાથ,અને હૈયા થી ચાપશું

  તોય બચ્ચાઓ તમ માતની તોલે આવશું

થાય આજ એક પ્રાણી કાજે, એટલી શે અનુકંપા

કે આંખડી ભીંજાણી દિલમાં ઉઠ્યા વમળે અજંપા

લાખ ઉપાયે ગમેદિલ જનની ની જોડ ક્યાથી લાવશું

તોય બચ્ચાઓ અમે તમ માતની તોલે આવશું

                                                             રમેશ સરવૈયા

Advertisements

એક ન જન્મેલી બાળકીની વ્યથા

Leave a comment


  બાપુ મને એકવાર તો,તમારી દુનિયામાં આવવા દો

  મારે જોવી છે અનેરી દુનિયા ગીત અનોખુ ગાવા દો
                                

 હશે સોનોગ્રાફિ મશીનો ને કેવા ગર્ભપાતના કારખાના
 મારે જોવુ છે કયા લઈ જાય અમ ભ્રણને એ ભારખાના

 બાપુ આજ એકવાર તો, મારી માં ની મરજી થાવા દો.

  બાપુ મને એકવાર તો,તમારી દુનિયામાં આવવા દો

  મારે જોવી છે મુજ માત ની એ અમી ભરેલી આંખડી
   મારે જોવી છે મુજ ભયલાને હાથ એ બાંધેલી રાંખડી
   બસ થોડુ તમ આંગણમા ઢીગલી,પોતીયા રમવા દો.
   બાપુ એકવાર મને તમારી દુનિયામાં આવવા દો.

       ચિંતા ન કરો તમારી મિલ્ક્તમાં ભાગ નય માંગુ
       મુજ ભયલા થી તો કદાપિ જ વ્હાલી નય લાગુ.
       અલુણામાં ગોરમાને પાંચે આંગળીએ પુજવા દો
        બાપુ એકવાર મને તમારી દુનિયામાં આવવા દો.

 કરિયાવર મા કંઇ ન જોઇએ દેજો ભોળે ધરમે
  હાલક ડોલક જીવી જઈશ આ જીંદગી મારા કરમે
  ખંભે તમારા માથું મુકી, બે આંસુ પાનેતરમાં લુછવા દો
   બાપુ એકવાર મને તમારી દુનિયામાં આવવા દો.
      પુરૂષ પ્રધાન આ જગમાં તુ ધારે તો આ થાય
     પછી જોઈલે શે હાથ અડાડે મુજને કોઈ કસાઇ
      આજ મને પણ મારી તાકત અજમાવવા દો.
      બાપુ એકવાર મને તમારી દુનિયામાં આવવા દો.

દ્રોપદી ના તો ચિર ખેચ્યા અને સીતાને સળગાવી
રૂઢિ ચુચ્ત જમાના ની હજી સાન ઠેકાણે ન આવી
છે ગમે-દિલ કિનારે ડુબવાનુ,અમથો સાગર તરવા દો.

બાપુ એકવાર મને તમારી દુનિયામાં આવવા દો.

                                                     રમેશ સરવૈયા (ગમે ઍ દિલ )

શ્રધ્ધાંજલિના સુમન જલિયાવાલાબાગ

1 ટીકા


  • ૧૩ એપ્રિલ ૧૯૧૯ જલિયાવાલા હત્યાકાંડ

કરે  છે  શહિદોને દુરથી નત મસ્તકે નમન

ને અશ્રું ભરી આંખે શ્રધ્ધાંજલિના અર્પે સુમન

જલિયાવાલા બાગમા તો શું વિશ્વમા ન ડાયર પાકજો

દિલમા તમારા દોસ્તો યાદ ક્રાંતિ ની ફાયર  રાખજો.

નહી તો ઉજડશે આ મહેકતે હુવે  ગુલશન

ને અશ્રું ભરી આંખે શ્રધ્ધાંજલિના અર્પે સુમન

ગોળીઓના નિશાન આજે પણ  દેખાય છે

ને ક્યારેક દેશમા ડાયર પણ નજરે થાય છે

એ ડાયર ને ડામવા કોઈ તો બાંધશે કફન

ને અશ્રું ભરી આંખે શ્રધ્ધાંજલિના અર્પે સુમન

જેણે માં ભોમ કાજે લીલા બલિદાનો દીધા

મોત ની બાહુમા  ઈન્કલાબ ના સ્લોગનો કીધા

એ શહિદોને હોજો ગમે-દિલ લાખ લાખે નમન

ને અશ્રું ભરી આંખે શ્રધ્ધાંજલિના અર્પે સુમન

રમેશ સરવૈયા (ગમે-દિલ )

પાછા ક્યારે આવશો રામ (રમેશ સરવૈયા )

4 ટિપ્પણીઓ


રામ નવમી તો ગઇ પ્રભુ ફરી પાછા ક્યારે આવશો.

હવે તો હદ થઈ રામ રાજય પાછુ ક્યારે સ્થાપશો,

વાલ્મિકિ ના આશ્રમો તો આજે વેપલો કરે છે.

પેલો એકલવ્ય તો આજે પણ એકલો ફરે છે.

ગુરૂની આજ્ઞા  વિધાર્થી ને, હવે ક્યારે સમજાવશો.

રામ નવમી તો ગઇ પ્રભુ ફરી પાછા ક્યારે આવશો.

કેટલીય અહલ્યાઓ  પતિત થઈ ને પડી છે.

આજે  કેવટ ની નાવ પણ મુરજાઈ ને ખડી છે.

વનવાસ નઈ ભોગવવો પડે, કે વન જ હવે ક્યાથી લાવશો.

રામ નવમી તો ગઇ પ્રભુ ફરી પાછા ક્યારે આવશો.

હવે  ધનુંષ બાણ ન ચાલે, રાવણને છે હજાર મસ્તક

તેદી એક સીતા હવે દીધા હર સીતાના ગર્ભ પર દસ્તક

પ્રભુ આ ખિલતી કળીઓ ને, હવે ક્યારે બચાવશો.

રામ નવમી તો ગઇ પ્રભુ ફરી પાછા ક્યારે આવશો.

ચારે તરફ સળગી રહી છે હોળી અત્યાચારની

તમારે મન તો વાત નવી આ ભ્રષ્ટાચારની

ત્યારે તો બાળી હતી, હવે આ લંકાને ક્યારે ઠારશો,

રામ નવમી તો ગઇ પ્રભુ ફરી પાછા ક્યારે આવશો.

રમેશ સરવૈયા (અનેરી દુનિયા )

જીંદગી જીંદાદીલિ કા નામ

2 ટિપ્પણીઓ


આજે રમત મા પણ કયા દેખાય છે ખેલદિલી… દોસ્તો

જીંદગીનુ તો બીજુ નામ છે ઝિંદાદિલી… દોસ્તો

જીવન ખેતરમાં ઉદાસીનુ નિંદામણ કરવુ છે.

ને પછી હર્ષો,ઉલ્લાસનુ શેઢે શિરામણ કરવુ છે.

એકેક ક્ષણ જીવનની પછી તો છે. ગલ ગલી… દોસ્તો

જીંદગીનુ તો બીજુ નામ છે ઝિંદાદિલી… દોસ્તો

ફુલોની ખુશ્બુ ઓઢીને આમતો રંગો પણ અંદર સુતા છે.

ખુશીઓ બિખરી સૌ તરફ મારી આંખે નંબર ફુટ્યા છે.

આંખ આડા કાન એજ તો છે દિલ્લ્ગી… દોસ્તો

જીંદગીનુ તો બીજુ નામ છે ઝિંદાદિલી… દોસ્તો

એક પતંગ પકડાય તો બસ, આકાશ આંબીને શુ કરશો

જીવનનો વિસામો માત્ર કબર, બ્રહ્માંડ માંગીને શુ કરશો

લાવ્યા શું કે લઇ જશો ,સમજાય તો છે ભલી… દોસ્તો

જીંદગીનુ તો બીજુ નામ છે ઝિંદાદિલી… દોસ્તો

હતાશાની હોળી, અજ્ઞાન ના વાદળો જો વિખરે

સ્વાર્થ ના ચોકા અહંકાર ના ઓળા જો ઓગળે

તો ભીતર સ્નેહનો સાગર ખળખળે છે ગમે-દિલ દોસ્તો

જીંદગીનુ તો બીજુ નામ છે ઝિંદાદિલી દોસ્તો

રમેશ સરવૈયા  (ગમ-એ-દિલ )

ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ 1932

1 ટીકાગુજરતી ભાષા મા પ્રથમ બોલતી ફિલ્મ નરસિંહ મહેતા

સાગર મૂવિટોન-મુંબઇ ની

તા. ૯/૪/૧૯૩૨ મા મુંબઇ ના વેસ્ટ એન્ડ સિનેમા મા રજુ થઇ હતી

કલાકરો;  મોહન લાલાજી,મા.મનહર. મા.બચુ,ઉમાકાંત દેસાઇ,મિ.ત્રિકમદાસ,

મિસ. જમુના,મિસ ખાતુન મિસ મહેતાબ બાનુ, શરીફબાનુ,મિસ દેવી

અને નરસિંહ મહેતા ની ભૂમીકા મરાઠી ક્લાકાર મારૂતિરાવે ભજવી હતી

નિર્માતા ; ચિમનભાઇ દેસાઇ     દિગ્દર્શક ; નાનુભાઇ બી. વકીલ     સંગીતકાર ;એસ.પી.રાણે

( વધુ મહિતી માટે જુઓ  ” ગુજરાતી ફિલ્મ ગીતકોશ ” સંકલન શ્રી હરીશ રઘુવંશી )

અનેરી દુનિયા > રમેશ સરવૈયા

3 ટિપ્પણીઓOlder Entries